દુનિયામાં ટેક્સ હેવનના નામથી પ્રસિદ્ધ દેશોની બેન્કોમાં ખરબો ડોલરનું કાળું નાણું જમા છે. આ કાળાં નાણાંનો જે-તે દેશની સરકારની પાસે કોઇ સચોટ રેકોર્ડ હોતો નથી. કેટલાંય દેશો પાસે કાળા નાણાંને રોકવા માટેની કોઇ વ્યવસ્થા હોતી નથી. આ બધાના લીધે આ દેશોની અર્થવ્યવસ્થાને તગડી નુક્સાની ઝીલવી પડી છે. નુક્સાનનો આ આંકડો દુનવિયાના કેટલાંય દેશોના જીડીપી કરતાં કયાંય વધુ હોય છે.
કાળા નાણાંને લઇને થયેલા નુક્સાનને લઇને અમેરિકન રિસર્ચ ફર્મે 2001 થી લઇને 2010ની વચ્ચે થયેલા નુક્સાનના આંકડા રજૂ કર્યા છે. આ આંકડાના આધાર પર દેશોની યાદી બનાવામાં આવી છે. આ યાદીમાં ભારત સહિત કેટલાંય દેશ છે. ત્યારે ટેક્સ હેવન કહેવાતા દેશોના નંબર આ યાદીમાં ઘણા ઉપર છે.
આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાઓ દુનિયાનો કયો દેશ કયા નંબર પર છે