હોટલોના મામલામાં ભારત કંઇ પાછળ નથી. અહીં એક-એકથી ચઢિયાતી હોટલ છે કેટલીક જૂનો તો કેટલીક નવી, પરંતુ હવે તેમાં સૌથી મોંઘી હોટલનું પણ નામ જોડાઇ ગયું છે. આ હોટલનું નામ છે લીલા પેલેસ કૈપિંસ્કી.
આ હોટલ રાજધાની દિલ્હીમાં છે અને તેને બનાવી છે લીલા ગ્રૂપે. આ શાનદરા હોટલ દિલ્હીના પોશ વિસ્તાર ચાણક્યપુરીમાં છે. તેને એક મહેલનું રૂપ આપવામાં આવ્યું છે. જાણીતા કલાકાર સતીશ ગુજરાલે તેનું સ્ટ્રકચર બનાવ્યું છે.
આ હોટલમાં એક હજાર પીતળના કમલ બનાવાયા છે, જેના પર 22 કેરેટ સોનાનું પાણી ચઢાવ્યું છે. ભારતના કેટલાંય જાણીતા કલાકારોએ આ હોટલ માટે કામ કર્યું છે. આ હોટલને આધુનિક કળાનો ઉત્તમ નમૂનો મનાય છે.
અંદાજે 1700 કરોડના ખર્ચે બનેલી આ હોટલમાં 200 રૂમ અને સુઇટ બન્યા છે. રૂમ અને હોટલના ખર્ચના મામલામાં તે ભારતની સૌથી મોંઘી હોટલ છે. અહીં 1 રૂમ બનાવાનો ખર્ચ અંદાજે 6.53 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આ હોટલના સાધારણ રૂમમાં રોકાવાનું એક રાતનું ભાડું ઓછામાં ઓછું 20000 રૂપિયા છે. દિલ્હીના ઓબરોય અને આઇટીસી મૌર્યના સાધારણ રૂમોનું ભાડું પણ એટલું નથી. આ હોટલના નિર્માણ માટે જે લોન લેવામાં આવી છે તેનું વાર્ષિક વ્યાજ 125 કરોડ રૂપિયા થશે.