આજના ટેકનોલોજીના દોરમાં ઇન્ટરનેટની દુનિયા સતત વધી રહી છે. આ વિશાળ દુનિયામાં હવે લગભગ દરેક લોકો કોઇને કોઇ રીતે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. અલગ-અલગ કારણો માટે તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પછી તે ઇમેલ માટે હોય, ચેટિંગ માટે હોય કે પછી ગૂગલ સર્ચ માટે. આ બધાની વચ્ચે ગૂગલને લઇને હજુ પણ એવી કેટલીય ટ્રિક છે જે ઇન્ટરનેટનો ચસકો લાગી ચૂકેલા લોકોને દિવસ દરમ્યાન કેટલાંય કલાક ગૂગલનો ઉપયોગ કર્યા બાદ પણ યુઝર્સને ખબર નથી હોતી.
દિલચસ્પ છે કે ઇન્ટરનેટના દોરમાં ગૂગલ સર્ચ કરનારાઓની સંખ્યા ઘણી વધી છે. દિવસે-દિવસે આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજના દોરમાં ગૂગલ સર્ચને ઇ-પ્લેટફોર્મ પર જ્ઞાનના સાગર સુધી પહોંચાવાની પદ્ધતિ મનાય છે. જોકે, જ્ઞાનની સાથો સાથ ગૂગલ સર્ચનો ઉપયોગ કરીને કઇ રીતે એક ક્લિક પર કોઇ પણ તસવીરને શોધાય, આ અંગે કરોડો યુઝર્સમાંથી બહુ ઓછા લોકો જાણે છે. આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો ચપટીમાં પોતાની તસવીર શોધવાની આ ખાસ ટ્રિકને-