Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> New Autobiles >> Mahindra Launches Mini Van Maximmo

મહિન્દ્રાએ ગુજરાતમાં લોન્ચ કરી મિની વેન મેક્સિમો

Agency | Jul 09, 2012, 09:50AM IST
 
 

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 8 સીટર મેક્સિમો મિની વેન લોન્ચ કરી છે. જેની કિંમત 3.70-3.80 લાખ રૂપિયા છે. કંપનીએ હાલ આ વેનને ગુજરાતમાં લોન્ચ કરી છે. પણ આગામી દિવસોમાં કંપની તેને આખા દેશમાં લોન્ચ કરશે.

દેશમાં દર વર્ષે 20000 મિની વેન વેચાય છે અને આ સેગમેન્ટ 10 ટકાની ઝડપથી વધી રહ્યું છે. મેક્સિમો મિની વેનની હરિફાઇ બજારમાં પહેલાથી હાજર ટાટા મેજિક, મેજિક આઇરિસ અને મારૂતિ ઓમની તેમજ ઇકો સાથે થશે.

2 સિલિન્ડર અને 909 સીસીના ડીઝલ એન્જિન સાથે આ 8 સીટર વેન બીએસ3 અને બીએસ4 એમિશન નોર્મના વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. તેની સીધી હરીફાઇ મારૂતિની ઓમની સાથે થશે.

અમે આ વાહનને સૌ પ્રથમ ગુજરાતમાં લોન્ચ કરી રહ્યા છીએ, જે મિની વેન માટે સૌથી મોટું બજાર છે. ત્યારબાદ તેને રાજસ્થાનમાં અને પછી આખા દેશમાં લોન્ચ કરવામાં આવશે, તેમ કંપનીના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ, સેલ્સ અને કસ્ટમર કેર (ઓટોમોટિવ ડિવિઝન) અરુણ મલ્હોત્રાએ જણાવ્યું હતું.




 
 
 

Your Opinion
 
 
Code:
1 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment