Advertisement
Home >> Automobiles-Gadgets >> Automobiles >> Auto News >> Maruti Car Ran 49 Kilometers A Liter

મારૂતિની સૌથી વધુ વેચાતી કારની એવરેજ 49 કિલોમીટર/લિટર

Business Bureau | Dec 21, 2011, 10:50AM IST
 
 


મારૂતિની સૌથી વધારેવેચાનારી કાર અલ્ટો, જેણે 1 લીટરમાં 49 કિલોમીટરનું અંતર પસાર કર્યું છે. આ અમે નથી કહી રહ્યાં પરંતુ મારૂતિ કંપનીએ પોતે એવો દાવો કર્યો છે. મારૂતિની એક્સપ્લોરર મેક્સ માઇલેજ રેલીમાં અલ્ટોએ આ સફળતા પ્રાપ્ત કરી છે.


- દિલીપ દાસે અલ્ટો કારને એક લીટરમાં 49.3 કિલોમીટર સુધી દોડાવીને પહેલુ ઈનામ પ્રાપ્ત કર્યું
- તેમા અલ્ટોની સરેરાશ એવરેજ 28 કિલોમીટર પ્રતિલીટર પ્રાપ્ત થઈ
- ભારતમાં સૌથી વધારે એવરેજ આપવાનો દાવો ટાટા મોટર્સ કરી રહી હતી
- કાર ઇન્ડિકા-વી2, 25 કિલોમીટર પ્રતિલીટરની એવરેજ આપે

આ રેલીમાં કોલકાતાના દિલીપ દાસે પોતાની અલ્ટો કારને એક લીટરમાં 49.3 કિલોમીટર સુધી દોડાવીને પહેલુ ઈનામ પ્રાપ્ત કર્યું. જ્યારે આ જ રેસમાં હૈદરાબાદના મેંહદી હસને એક લીટરમાં 48.2 કિલોમીટરનું અંતર કાપીને બીજુ સ્થાન પ્રાપ્ત કર્યું.


મારૂતિની આ રેલી સ્પર્ધા 18 ડિસેમ્બરે યોજાઈ હતી અને તેમાં 312 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમા અલ્ટોની સરેરાશ એવરેજ 28 કિલોમીટર પ્રતિલીટર પ્રાપ્ત થઈ, જે આજે પણ ભારતમાં વેચાનારી કોઈ પણ કારની એવરેજ કરતા વધારે છે.


અત્યારે ભારતમાં સૌથી વધારે એવરેજ આપવાનો દાવો ટાટા મોટર્સ કરી રહી હતી, જેની કાર ઇન્ડિકા-વી2, 25 કિલોમીટર પ્રતિલીટરની એવરેજ આપે છે. પરંતુ અલ્ટો તેનાથી પણ આગળ નીકળી ગઈ છે.


નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.




 
 
 

Your Opinion
 
 
Code:
1 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment