Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
એશિયન બજારોમાં મિશ્ર વલણ, નિક્કીમાં ઉછાળો
agency | Dec 17, 2012, 08:41AM IST
જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની ચૂંટણીમાં જીતને કારણે ડોલરની સામે યેન તેની 20 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે નિકાસોની સારી કમાણીની શક્યતાઓને પગલે નિક્કી સ્ટોક એવરેજ આંક સાડા આઠ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. નિક્કીમાં 156 પોઇન્ટનો વધારો નોંધાયો છે. જ્યારે એશિયન બજારો એકંદરે ઘટાડા તરફી છે.
યુએસ આ વર્ષના અંતની સમયમર્યાદા પહેલા પોતાની બજેટ કટોકટીનાં મુદ્દે કોઇ સમાધાન પર પહોંચે છે કે નહીં તેને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ ગયા સપ્તાહની તેજીમાં નફારૂપ વેચવાલી નોંધાવી હતી.
ચીને 2013માં પોતાની આર્થિક નીતિઓને સ્થિર રાખવાનો નિર્ણય લેતા તેમાં ફેરફારોનો અવકાશ રાખ્યો છે. જેનાં પગલે શુક્રવારે શાંઘાઇ કમ્પોઝીટ ઇન્ડેક્સ 4 ટકા અને હોંગ કોંગનાં શેર તેમની 16 મહિનાની ઉંચી સપાટીએ હતા.








