Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Nri Wont Have To Pay Service Tax On Remittances

એનઆરઆઇ માટે ખુશખબર: રેમિટન્સ પર નહીં લાગે સર્વિસ ટેક્સ

Agency | Jul 10, 2012, 17:37PM IST
 
 

સરકારે આજે સ્પષ્ટ કર્યું છે કે વિદેશમાંથી દેશમાં મોકલવામાં આવતા રેમિટન્સ પર કોઇ સર્વિસ ટેક્સ નહીં લાગે, જેના પગલે ટેક્સના નવા નિયમો અંગે ઉભી થયેલી ચિંતાઓ શમી ગઇ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી) એ આવી જાહેરાત કરી હતી. આ સ્પષ્ટતા એવા અહેવાલો વહેતા થતા કરવામાં આવી છે કે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતી રકમ પર પહેલી જુલાઇથી 12 ટકાના દરે સર્વિસ ટેક્સ લાગશે.

વિકસતા દેશોમાં રેમિટન્સ મેળવતા દેશોમાં ટોચ પર રહેલા ભારતે વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે 2011માં 64 અબજ ડોલરનું રેમિટન્સ મેળવ્યું હતું.

સૌથી વધુ રેમિટન્સ મેળવતા પંજાબ અન કેરળના મુખ્ય પ્રધાનોએ આ બાબત અંગે વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી.

સીબીઇસીએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશી બેન્કને સર્વિસ પુરી પાડવા બદલ ભારતીય બેન્ક કે નાણાકીય સંસ્થાએ સર્વિસ ટેક્સ નહીં ચુકવવો પડે.

કેરળ, પંજાબ, તમિલ નાડુ અને આંધ્ર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં લોકો ખાડી દેશોમાં કામ કરે છે.









 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment