દુનિયામાં દરેક લોકો પૈસા કમાવા માંગે છે અને તેના માટે અલગ-અલગ પદ્ધતિઓથી કોશિશો પણ કરે છે. તેમાંથી કેટલાંય કોશિશો આ હદ સુધી સફળ થઇ જાય છે કે લોકો પૈસાની દુનિયાના રાજા સુદ્ધા બની જાય છે. અમે વાત કરી રહ્યા છે સંપત્તિના મામલામાં દુનિયા પર રાજ કરી રહ્યા છે આ લોકો
આમ, તો દુનિયામાં અબજોપતિની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, પરંતુ તેમાંથી પણ કેટલાંક લોકોના નામ જ ફોર્બ્સની યાદીમાં દુનિયાના સૌથી ધનિક લોકોમાં સામેલ છે.
દુનિયાના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિની આગળ ભારતના ટાટાથી લઇને બિરલા સુધી અને અંબાણી થી લઇને માલ્યા સુધી સૌનું કદ નાનું લાગે છે. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ (કાર્લોસ સ્લિમ - 3.86 લાખ કરોડ)ની સંપત્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જો મુકેશ અંબાણી (1.26 લાખ કરોડ) અને કુમાર બિરલા (43000 કરોડ)ની સંપત્તિને પણ જોડી દેવામાં આવે તો પણ આ વ્યક્તિની બાદશાહત ખત્મ થઇ શકતી નથી.