Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Railways New Way To Save Electricity

રેલવેએ અપનાવી અનોખી સિસ્ટમ, તમે ક્યાંય નહીં જોઇ હોય

Business Bureau | Jun 27, 2012, 08:08AM IST
 
 

જો તમે દિલ્હીથી ભારતના કોઇ પણ ખૂણામાં રેલવેની યાત્રા કરો છો તો તમને હવે કેટલાક બદલાવ જોવા મળશે. આ બદલાવ હેઠળ સ્ટેશન પરથી ટ્રેન ઉપડી ગયા પછી તેની જાતે જ પ્લેટફોર્મની લાઇટો બંધ થઇ જશે. ઉત્તર રેલવે તરફથી ઉઠાવવામાં આવી રહેલા આ પગલાનો હેતુ ખોટા ખર્ચા રોકવાનો અને વીજળીની બચત કરવાનો છે.

ઉત્તર રેલવેના દિલ્હી ખંડે આ માટે કેટલાક સ્ટેશનો પર ઓટોમેટેડ લાઇટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમ શરૂઆતમાં નિઝામુદ્દીન, ફરીદાબાદ અને મેરઠ જેવા રેલવે સ્ટેશનોના એક એક પ્લેટફોર્મ પર લાગુ કરવામાં આવી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ સફળ રહ્યા પછી તેનો વિસ્તાર કરવામાં આવશે.

રેલવેની નવી સિસ્ટમ હેઠળ ટ્રેન પ્લેટફોર્મ પરથી જતા જ તે પ્લેટફોર્મની 70 ટકા લાઇટો બંધ થઇ જશે. બીજી બાજુ બીજી ટ્રેન આવતા પહેલા પોતાની જાતે લાઇટો ચાલુ થઇ જશે.

ઝોન રેલવે મેનેજરે જણાવ્યું હતું કે આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ્ય રીતે વીજળીનો ઉપયોગ અને બચત સુનિશ્વિત કરવાનો છે.








 
 
 

Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment