Advertisement
Home >> Karobar Jagat >> Arth Jagat >> Ratan Tatas Retirement

રતન ટાટાએ જેની સાથે પ્રેમ કર્યો, તે હજુ પણ છે મુંબઇમાં!

1 of 14 Photos

1991માં ટાટા ગ્રુપનાં ચેરમેનનું પદ સંભાળનારા રતન ટાટાએ ત્યારથી માંડી અત્યાર સુધી પોતાની કંપનીને ટોચ પર પહોંચાડવામાં કંઇ બાકી નથી રાખ્યું. ચેરમન તરીકે છેલ્લા 21 વર્ષમાં ટાટાએ પોતાની કંપનીને દુનિયામાં એક અલગ ઓળખાણ અપાવી છે. ટાટાની નિવૃત્તિ પહેલા તેમનું ગ્રુપ 4.75 લાખ કરોડ રૂપિયાથી મોટું ગ્રુપ બની ગયું છે.

28 ડિસેમ્બર, 1937નાં રોજ મુંબઇમાં જન્મેલા રતન નવલ ટાટાને કોઇ ઓળખાણની જરૂર નથી. કારોબારનાં આકાશમાં ધ્રુવનાં તારાની જેમ ચમકતા ટાટાએ ટાટા ગ્રુપને એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે. જ્યાંથી આખી દુનિયા નાની લાગે છે. મીઠાથી માંડી પ્લેન સુધી બધું ટાટા ગ્રુપનાં કારોબારમાં સામેલ છે.

રતન ટાટા દેશનાં સૌથી શક્તિશાળી સીઇઓની યાદીમાં નંબર એકનાં સ્થાને છે. તેઓ સતત ચોથા વર્ષે પહેલા ક્રમે છે. આ યાદીમાં તેમનું આ કદાચ છેલ્લું વર્ષ છે. આવતી કાલે તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે.

આ બધાની વચ્ચે સમયે સમયે એક સવાલ ઉઠતો રહ્યો કે રતન ટાટા પરણિત છે? તેમનાં પત્ની પણ છે? તેનાં જવાબ તરીકે ઘણા અહેવાલ અને દાવા રજૂ કરવામાં આવ્યા. આ દાવામાં એટલે સુધી કહેવાયું કે રતન ટાટાનાં પત્ની અમેરિકામાં રહે છે. પણ અંતે આ સવાલો અને દાવાને રતન ટાટાએ પોતે એક  ઇન્ટરવ્યુમાં કર્યું.  

એક અમેરિકન ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટાટાએ સવાલોનાં જવાબ આપવાની સાથે ઘણા રહસ્યો પરથી પણ પડદો ઉઠાવ્યો. લગ્ન અંગે તેમણે જણાવ્યું  હતું કે તેમનાં લગ્ન નથી થયા. જો કે આ જવાબ આપતા તેમણે પોતાનાં પ્રેમ અને અફેર સાથે જોડાયેલી કેટલીક વાતો જરૂર રજૂ કરી.
 
રતન ટાટાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ચાર વખત પ્રેમ કર્યો અને આ પ્રેમ એટલો વધારે ગંભીર હતો કે વાત લગ્ન સુધી પહોંચી હતી. જો કે લગ્ન થઇ શક્યા નહીં. પ્રેમની આ ચાર કહાણીઓમાં સૌથી ગંભીર 1960 દરમિયાન ટાટાનાં અમેરિકામાં રહેવા સાથે જોડાયેલી છે.  
 
તેમને જ્યારે એમ પૂછવામાં આવ્યું છે તેમને જેની સાથે પ્રેમ થયો હતો તેમની સાથે તેઓ હજું પણ મળે છે કે શું, તેના જવાબમાં તેમણે હા માં જવાબ આપ્યો હતો, પણ આ બાબતે વધુ જણાવવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પૂછવામાં આવતા તેમણે એટલું જરૂર કહ્યું કે તે છોકરી હજું પણ મુંબઇમાં રહે છે.

આગળની તસવીરોમાં જુઓ રતન ટાટાની જિંદગી સાથે જોડાયેલી વધુ વાતો-
 

 


Your Opinion
 
 
Code:
8 + 1

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment