Advertisement
Home >> Personal Finance >> Banking >> RBI To Launch Plastic Currency On Pilot Basis In 5

દસ રૂપિયાની નોટમાં ધરખમ ફેરફારો, તદ્દન નવા રૂપમાં આવશે

Business Desk | Jul 10, 2012, 15:22PM IST
 
 


- રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટ બજારમાં ઉતારશે - ફાટેલી-તૂટેલી નોટોમાંથી છુટકારો મળશે
- પાયલોટ પ્રોજેકટના રૂપમાં શિમલા, જયપુર, ભુવનેશ્વર સહિત પાંચ શહેરોમાં તેની શરૂઆત થશે
- અત્યારે ફકત 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ જ રજૂ કરાશે

નકલી નોટો પર લગામ લગાવા માટે રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં જ પ્લાસ્ટિકની નોટ બજારમાં ઉતારવા જઇ રહ્યું છે. તેના લીધે જ્યાં લોકોને ફાટેલી-તૂટેલી નોટોમાંથી છુટકારો મળશે, ત્યારે તેને ધોઇને ચમકાવી પણ શકાશે. પાયલોટ પ્રોજેકટના રૂપમાં શિમલા, જયપુર, ભુવનેશ્વર સહિત પાંચ શહેરોમાં તેની શરૂઆત થશે. જો કે અત્યારે ફકત 10 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ જ રજૂ કરાશે.


રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એચઆર ખાને આ માહિતી આપી. તેમને કહ્યું કે કેન્દ્રીય બેન્કના પાંચ ક્ષેત્રીય કેન્દ્ર તેને ઝડપથી બજારમાં રજૂ કરશે. આથી બનાવટ પર અંકુશ લગાવામાં મદદ મળશે. સાથો સાથ લાંબા સમય માટે ટકાઉ પણ હશે. કાગળના ચલણનું સરેરાશ જીવન એક વર્ષ છે, જ્યારે પ્લાસ્ટિકની મુદ્રાનું સરેરાશ જીવન પાંચ વર્ષ હશે. આ સિવાય મુદ્રાનો સરેરાશ જીવન આરબીઆઇને તે છાપવા પર કાગળના ચલણની સરખામણીમાં ઓછી રકમ ખર્ચ કરવી પડશે.


પાયલટ પ્રોજેકટની અંતર્ગત આ તમામ વાતોનો અભ્યાસ પણ કરાશે. સાથો સાથ એ પણ જોવાશે કે તેની પર્યાવરણ પર કોઇ ખરાબ અસર તો નથી પડી રહી? પ્રોજેકટ સફળ થવા પર જ તેને દેશભરમાં રજૂ કરાશે. નકલી નોટોના ધંધા પર પ્રતિબંધ લગાવા માટે સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયા એ પોલિમર નોટોને અપનાવી હતી.


હવે ન્યૂઝીલેન્ડ, રોમાનિયા, પાપુઆ ન્યૂ ગિની, બરમુડા, બ્રુનેઇ અને વિયેનામમાં પણ પ્લાસ્ટિકની નોટ જ ચલાવામાં આવી રહી છે.



 
 
 

Your Opinion
 
 
Code:
8 + 6

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment