સુધારાની ગાડી પર પરત આવી રહ્યું છે વૈશ્વિક અર્થતંત્ર

વૈશ્વિક આર્થિક સંકટનો માર ઝીલનાર નાણાંકીય સંસ્થાઓ હવે સુધારાના પાટા પર પરત આવી રહ્યા છે. લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાણાંકીય નિષ્ણાત જે.ક્રિસ્ટોફર ફ્લાવર્સે એ વાત કહી.
કોલર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્રાઇવેટ ઇક્વિટી અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ફ્લાવર્સે કહ્યું કે નાણાંકીય સંસ્થાઓના ઉદ્યોગોમાં કેટલાંક લોકો એવા છે જે વિચારે છે કે તેમની મૂડી પર ઓછું રિટર્ન મળી રહ્યું છે. મને આમા સમજાતું નથી.
તેમમે કહ્યું કે એક વસ્તુ જે મને લાગે છે કે 2020 સુધીમાં નાણાંકીય સંસ્થાઓ અને મૂડી પર રિટર્ન અને નાણાંકીય સંસ્થાઓ માટે લાભપ્રદતા સામાન્ય સ્થિતિમાં પરત આવશે.
તેમને કહ્યું કે એ જરૂરી છે કે આ ઉદ્યોગોમાં અને વધુ મૂડીના પ્રવાહ પર આવે જેથી કરીને તેઓ અર્થતંત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે નાણાંકીય સુવિધા પ્રદાન કરી શકે.
યુરો સંકટ પર ફ્લાવર્સે કહ્યું કે મેં અર્થતંત્રમાં કેટલાંય ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ આ સ્થિતિની મુદ્રા યથાવત રહેશે કે નહીં. એક બહુ અસાધારણ મુદ્દો છે. જો એક દેશ યુરો છોડી દે છે તો તે દેશમાં વધુ બેન્ક તૂટશે અને સ્થિતિ વધુ વણસશે.








