Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Sensex 100 Point Down, Foreign Market Mix Trend

વૈશ્વિક બજારોના લીધે સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડાં

Business Desk | Dec 21, 2012, 15:50PM IST
 
 



27મી ડિસેમ્બરની પહેલાં અમેરિકાને ફિસ્કલ ક્લિફ પર નિર્ણય થવાની આશા ખત્મ થવાથી વૈશ્વિક બજારોમાં મોટો ઘટાડો આવ્યો. તેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી.

સેન્સેક્સ ગગડીને 212 અંક તૂટીને 19242 અને નિફ્ટી 69 અંક તૂટીને 5848 પર બંધ રહ્યો. સ્મોલ અને મિડકેપ શેરો પર વેચવાલીનું દબાણ રહ્યું. બીએસઇ ખાતે સ્મોલકેપ 1.5 ટકા તૂટ્યો.

બપોર સુધી પણ બજાર પર ઘટાડાની બ્રેક ના લાગી. અગ્રણી શેરોની સરખામણીમાં વેચવાલી પર દબાણ વધુ જોવા મળ્યું. યુરોપિયન બજારો પણ ઘટાડા સાથે ખૂલ્યા હતા. યુરોપિયન બજારો વધુ તૂટ્તા સ્થાનિક બજારો છેલ્લાં કલાકમાં વધુ તૂટ્યા.

અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 55ની નીચે તૂટી ગયો છે. ટ્રેડિંગ સેશન દરમ્યાન રૂપિયો 55.26 સુધી તૂટ્યો. હાલ રૂપિયો 55.18ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે.
સવારે ખૂલતા બજારે

એશિયન બજારોમાંથી મિશ્રપ્રતિસાદના સંકેતોના લીધે સ્થાનિક બજારોએ પણ ઘટાડાની સાથે શરૂઆત કરી છે. સેન્સેક્સ 60 અંક તૂટીને 19394 અને નિફ્ટી 28 અંક તૂટીને 5888 પર ખૂલ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજાર તૂટ્યું છે.

એફએમસીજી, ઑઇલ એન્ડ ગેસ, મેટલ, અને સરકારી કંપનીઓના શેરોમાં અંદાજે 1 ટકાનો ઘટાડો આવ્યો છે. રિઅલટી, પાવર, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ઑટો શેર 0.7-0.5 ટકા નબળાં છે.

ટેકનોલોજી અને હેલ્થકેર શેર સુસ્ત છે. ત્યારે અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 55ની સપાટીની નજીક પહોંચવાથી આઇટી શેરોમાં નજીવી મજબૂતી છે.

મિશ્રપ્રતિસાદ સાથે તમામ એશિયન બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઇવાન અને કૉસ્પી 1 ટકા તૂટ્યા છે. હેંગસેંગ, નિક્કી, શાંઘાઇ કંપોઝીટ, સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.75-0.25 ટકાની નરમાઇ છે.

ગુરૂવારના રોજ ફિસ્કલ ક્લિફનું સમાધાન નીકળવાની આશામાં અમેરિકન બજાર 0.5 ટકા વધીને બંધ રહ્યો. ત્રીજા ત્રિમાસિકમાં અમેરિકન જીડીપી ગ્રોથ 2.7 ટકાથી સંશોધિત થઇને 3.1 ટકા કરાયો છે.

 
 
 

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment