Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Sensex-Nifty Up, L And T Finance Stock Really

સેન્સેક્સ 111 અંક વધ્યો, 5930 પર નિફ્ટી બંધ

Business Desk | Dec 19, 2012, 15:56PM IST
 
 


આર્થિક સુધારાઓ અને વધુ મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના દમ પર બજાર 0.5 ટકા ઉપર ચઢ્યું. સાથો સાથ અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ મજબૂતી આવવાથી બજાર ઉછળ્યું.

સેન્સેક્સ 111 અંક વધીને 19476 અને નિફ્ટી 33 અંક વધીને 5930 પર બંધ રહ્યું. અગ્રણીઓની સાથે નાના શેરોમાં પણ ખરીદી નજર આવી. જોકે, નિફ્ટી મિડકેપ સુસ્તી પર બંધ રહ્યું.

ઑટો શેર અંદાજે બે ટકા ઉછળ્યો. હેલ્થકેર, મેટલ, આઇટી, ઑઇલ એન્ડ ગેસ, ટેકનોલોજી, અને સરકારી કંપનીઓના શેરોમાં અંદાજે 1.5-1 ટકાની તેજી આવી. રિઅલટી, પાવર, અને બેન્ક શેર 0.6-0.4 ટકા મજબૂત થયો.

કેપિટલ ગુડઝ અને એફએમસીજીસ શેરોમાં અંદાજે 0.5 ટકાનો ઘટાડો આવ્યો. કન્ઝયુમર ડ્યુરેબલ્સ શેર સુસ્તી પર બંધ રહ્યો.

સવારે ખૂલતા બજારે
મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના લીધે બજારોએ તેજી સાથેની શરૂઆત કરી છે. સેન્સેક્સ 66 અંક વધીને 19430 અને નિફ્ટી 20 અંક વધીને 5917 પર ખૂલી છે. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં બજારમાં જોશ વધી રહ્યો છે.

ઑટો શેર 1.25 ટકા વધ્યો છે. કન્ઝયુમર ડ્યુરેબલ્સ, રિઅલટી, આઇટી, ટેક્નોલોજી, પીએસયુ, કેપિટલ ગુડઝ, બેન્ક, મેટલ, પાવર, હેલ્થકેર શેરોમાં 1-0.5 ટકાની તેજી છે. એફએમસીજી શેર 0.25 ટકા મજબૂત છે.

બેન્કિંગ સંશોધન બિલ પાસ થયા બાદ નવા બેન્કિંગ લાઇસન્સ રજૂ કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. એલએન્ડટી ફાઇનાન્સ 2.5 ટકા વધ્યો છે.

અમેરિકન બજારોમાંથી સારા સંકેતોના બળ પર એશિયન બજારોની આજે શ્રેષ્ઠ શરૂઆત થઇ છે. ફિસ્કલ ક્લિફને લઇને ચિંતાઓના વાદળ છંટાયાની આશાએ બજારોમાં એક વખત ફરીથી જોશ ભર્યો છે.

ફિસ્કલ ક્લિફ પર સારા સમાચારોની આશામાં સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં તેજી જોવા મળી. ડાઉજોન્સ 1 ટકા અને નાસ્ડેક 1.5 ટકા વધીને બંધ રહ્યો.
 

 
 
 

Your Opinion
 
 
Code:
8 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment