Advertisement
Home >> Share Bazaar >> Stock Market >> Sensex Opens Little Higher

સેન્સેક્સ 94 પોઇન્ટ ઘટ્યો, પીસી જ્વેલર્સ 10 ટકા વધ્યો

Business Bureau | Dec 27, 2012, 16:22PM IST
 
 


એશિયન બજારોની મજબૂતી પાછળ વધારા તરફી ખૂલ્યા બાદ સેન્સેક્સ 90 પોઇન્ટ ઉછળ્યો હતો, પણ બજારોએ થોડી વારમાં જ વધારા તરફી દિશા છોડી ઘટાડા તરફી દિશા પકડી હતી. ટ્રેડિંગનાં અંતે સેન્સેક્સ 94 પોઇન્ટ ઘટી 19324 અને નિફ્ટી 35 પોઇન્ટ ઘટી 5870 પોઇન્ટની સપાટીએ બંધ આવ્યો હતો. લાર્જ કેપ ઉપરાંત મિડકેપ શેરો પણ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હતા.

આઇટી, ઓઇલ એન્ડ ગેસ, ટેક્નિકલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી શેરો 0.5-0.8 ટકા ઘટ્યા. જ્યારે હેલ્થકેર, રિયલ્ટી, પાવર શેરો 0.2-0.4 ટકા ઘટ્યા હતા. બેન્ક, ઓટો અને પીએસયુ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

પાવરગ્રીડ, ગેઇલ, ભેલ, સન ફાર્મા, એચસીએલ ટેક, આઇડીએફસી, બીપીસીએલ, કેઇન ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડ, જેપી એસોસિએટ્સ, જિંદલ સ્ટીલ જેવા અગ્રણી શેરોમાં એકથી બે ટકાનો ઘટાડો આવ્યો હતો.

બીજી બાજુ બેન્ક ઓફ બરોડા, ટાટા મોટર્સ, એસબીઆઇ, ઓએનસીજી, ડો રેડ્ડીઝ, એક્સિસ બેન્ક, હિંદાલ્કો અને બીએનબીનાં શએરોમાં 0.5થી 1.25 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

પીસી જ્વેલર્સનું લિસ્ટીંગ બહુ સારૂં ન રહ્યું. શેરની ઇશ્યુ પ્રાઇઝ 135 રૂપિયા હતી અને તે 137 રૂપિયાની સપાટીએ ખૂલ્યો. જો કે પછીથી આ શેર 10 ટકા વધી 149 રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો.
 

 
 
 

Your Opinion
 
 
Code:
5 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment