Advertisement
Home >> Business ni Bijee Baju >> This Is The Country's Most Expensive City, Knowing

આ છે દેશનું સૌથી મોંઘું શહેર, જાણીને થઇ જશો હતપ્રભ

Business Desk | Mar 29, 2012, 11:56AM IST
 
 


- તાજેતરમાં જ એક સર્વેમાં બેંગલોરને દેશનું સૌથી મોંઘું શહેર માનવામાં આવ્યું છે
- આરબીઆઇના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના મતે બેંગલોરમાં કેટલીય ચીજો છે
- એક સામાન્ય જિંદગી જીવવા માટેની દ્રષ્ટિએ બેંગલોર બાદ મુંબઇ બીજું સૌથી મોંઘું શહેર
જી હા, જો તમે વિચારી રહ્યા છો કે દિલ્હી, મુંબઇ કે ચેન્નાઇ દેશના સૌથી મોંઘા શહેર છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તાજેતરમાં જ એક સર્વેમાં બેંગલોરને દેશનું સૌથી મોંઘું શહેર માનવામાં આવ્યું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સના મતે બેંગલોરમાં કેટલીય ચીજો છે, જે દેશના અન્ય શહેરોની સરખામણીમાં ઘણી મોંઘી છે. એક સામાન્ય જિંદગી જીવવા માટેની દ્રષ્ટિએ બેંગલોર બાદ મુંબઇ બીજું સૌથી મોંઘું શહેર છે.

બેંગલોરને સૌથી મોંઘુ શહેર સીપીઆઇ (કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સક)ના મતે માનવામાં આવે છે. સીપીઆઇમાં રોજિંદી જરૂરિયાતની તમામ ચીજોને સામેલ કરાય છે, જેમાં ખાવાનું, કપડા, ટ્રાન્સપોર્ટેશન વગેરે તમામને સામેલ કરાય છે, જે એક વ્યક્તિની રોજિંદા જરૂરિયાતો સાથે જોડાયેલ હોય છે.

ભારત પેટ્રોલિયમના મતે બેંગલોરના લોકો અલપીજી સિલિન્ડરની સૌથી વધુ કિંમત આપી રહ્યા છે. બેંગલોરમાં એલપીજી સિલિન્ડર 415 રૂપિયા છે, જ્યારે મુંબઇમાં તે 402 અને દિલ્હીમાં 399 રૂપિયા લોકો ચૂકવે છે. આ સિવાય પણ બેંગલોરમાં કેટલીય ચીજો એવી છે જે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ મોંઘી છે.


 
 
 

Your Opinion
 
 
Code:
9 + 3

 
Ad Link
Advertisement

Market

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment