વોરેન બફેટે ફરીથી ગેટ્સ ફાઉન્ડેશનને આપ્યા અબજો રૂપિયા
દુનિયાના ત્રીજા સૌથી મોટા ધનિક વોરેન બફેટ પોતાના વચન પ્રમાણે પોતાની મોટાભાગની સંપત્તિ ચેરિટી માટે દાન કરવામાં લાગી ગયા છે. એક બિઝનેસ પત્રિકાના રિપોર્ટ પ્રમાણે તેમને પોતાની કંપનીના બી શ્રેણીના શેરોનો એક મોટો હિસ્સો બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનને દાન કરી દીધી છે. તેની કિંમત હાલ 1.52 અબજ ડોલર (અંદાજે 84 અબજ રૂપિયા) છે.
શિક્ષણ અને સ્વાસ્થ્ય સુધારા માટે પોતાના નફા-નુકસાનની ચિંતા કર્યા વગર દાન કરવાની બફેટની આદત બની ગઇ છે. તેમને ગેટ્સ ફાઉન્ડેશનને બી શ્રેણીના 1 કરોડ શેર દાન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગયા વર્ષે બફેટે ચેરિટી માટે 1.78 અબજ ડોલર દાન કર્યા હતા. તેમાંથી મોટાભાગનો હિસ્સો ફાઉન્ડેશનમાં ગયો હતો.
પોતાની સંપત્તિની સાથે ચેરિટી કાર્યો માટે આખી દુનિયામાં પ્રખ્યાત વોરેન બફેટનું જીવન પરોપકાર માટે સમર્પિત રહ્યું છે. તેમની સાદગી અને દાન કરવાની ટેવ પ્રેરણા દાયક જ નહીં, પરંતુ લાખો લોકો માટે આશાનું કેન્દ્ર પણ બની ગયું છે.
બર્કશાયક હૈથવે ઇન્કો.ના અધ્યક્ષ અને સીઇઓ બફેટ પોતાની દાન સંબંધી ગતિવિધિઓમાંથી દુનિયાના અન્ય ધનિકોને પણ પ્રેરિત કરી રહ્યા છે. તેમને 81 અબજોપતિઓને એ વાત માટે પ્રેરિત કર્યા છે કે પોતાની સંપત્તિનો અડધાથી વધુ હિસ્સો ચેરિટી માટે આપશે. ત્યારે આવો અમે તમને બફેટની સાથે દેશ અને દુનિયાના અગ્રણી અન્ય દાનવીરો અંગેની માહિતી ફોટો ફિચર દ્વારા આપીએ-