દેશમાં ધીમી આર્થિક વૃદ્ધિ અને નવી નોકરીઓ ઉભી થવાનાં દરમાં 21 ટકાનો ઘટાડો થયો હોવા છતાં દેશનાં કેટલાક શહેરો રોજગારી આપવાની બાબતમાં ટોચ પર રહ્યા છે, તેમ એસોચેમનાં એક સર્વેમાં જણાવાયું છે.
એઆરબી (ASSOCHAM Research Bureau)એ આ અંગેની માહિતી જુદા જુદા સેક્ટરની 4000 જેટલી કંપનીઓએ જોબ પોર્ટલ કે સ્થાનિક અને રાષ્ટ્રીય અખબારોમાં આપેલી જાહેરાતોમાંથી મેળવી છે. આ માહિતી દૈનિક ધોરણે અને 56 શહેરો તેમજ 32 સેક્ટરોમાંથી મેળવવામાં આવી છે.
આગળ જુઓ રોજગારી આપવામાં ટોચ પર કયા શહેરો છે-