યોગ્ય બિઝનેસ સ્કુલની પસંદગી આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય સ્કૂલ તીવ્ર હરીફાઇવાળા બજારમાં તમને ફાયદો કરાવે છે. જ્યારે ખોટી સ્કૂલ સમય અને પૈસાનો બગાડ કરાવે છે. બિઝનેસ ઇનસાઇડરના સર્વેમાં જણાવાયું છે કે સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કુલ શ્રેષ્ઠ બિઝનેસ સ્કુલ છે. છેલ્લા બે વર્ષથી ટોચ પર રહેલી હાવર્ડ બીજા ક્રમે છે.
બિઝનેસ ઇનસાઇડરના જણાવ્યા પ્રમાણે આ પરિણામો જે વ્યક્તિઓ તમારા ભવિષ્ય માટે ખરેખર ઘણા અગત્યના છે તેવા ખરા પ્રોફેશનલ્સના કરાયેલા સર્વે પર આધારિત છે. સર્વેમાં સામેલ 1000 લોકોમાઁથી 87 ટકાએ બિઝનેસ સ્કુલ એટેન્ડ કરી છે અને 71 ટકા પાસે હાયરિંગનો અનુભવ છે.
સર્વેમાં સમાવિષ્ટ લોકો કહે છે કે વિદ્યાર્થી બિઝનેસ સ્કુલોમાંથી જે સૌથી મહત્વપૂર્ણ બાબતો મેળવીને બહાર નીકળે છે તેમાં કોન્ટેક્ટનું નેટવર્ક (43 ટકા), કોર્સ દરમિયાન મેળવેલી સ્કીલ અને જ્ઞાન (34 ટકા) અને સ્કુલ સાથે જોડાયેલી બ્રાન્ડ વેલ્યૂ (23 ટકા) છે.