ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા લોકો માટે મુસાફરીનો અનુભવ આમ તો કંટાળાજનક હોય છે. પણ ફ્રાન્સમાં એક એવી પેસેન્જર ટ્રેન બનાવવામાં આવી છે જે તેમાં મુસાફરી કરનારાઓને ખુશ કરી દે છે. પેરિસમાં મુખ્ય રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પરની ટ્રેન આરઇઆરના કોચને રોયલ પેલેસના રૂમમાં ફેરવી દેવાયા છે. જેના પગલે તેમને શાહી અંદાજ મળ્યો છે.
ટ્રેનમાં પેલેસ ઓફ વર્સેલ્સની ભવ્યતાના રંગ જોવા મળે છે, જે એક સમયે ફ્રાન્સમાં રાજકીય સત્તાનું કેન્દ્ર હતો.
ટ્રેનમાં આ શાહી દેખાવ એટલા માટે સર્જવામાં આવ્યો છે કે જેથી શાહી મહેલની યાદોને તાજી કરી શકાય. ટ્રેનના કોચમાં કરાયેલા આ ફેરફારો માટેનો ખર્ચ પેલેસ ઓફ વર્સેલ્સે ઉઠાવ્યો છે. તેમાં ટ્રેનની દીવાલોના ઇન્ટીરિયરને હાઇ ટેક પ્લાસ્ટિક ફિલ્મ વડે લેયરિંગ કરવામાં આવ્યું છે, તેમ ડેઇલી મેલમાં જણાવાયું છે.
અહીં એવી જ એક ટ્રેનનું ફોટો ફીચર રજૂ કરવામાં આવ્યું છે.