દુનિયામાં ઘણી બધી જાયન્ટ ટેકનોલોજીની કંપનીઓ છે, જેમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. ટેકનોલોજીની દુનિયામાં કંઇ ગૂગલ અને એપ્પલ જેવી જ કંપનીઓ નથી અને એવું પણ નથી કે આજ કંપનીઓમાં કામ કરવાની સ્વતંત્રતા છે. આ બંને કંપનીઓ સિવાય પણ દુનિયામાં ઘણી બધી ટેક. કંપનીઓ છે, જ્યાં દરેક કર્મચારીઓને કામ કરવાનું ગમે. તો આવો અમે તમને એવી 15 કંપનીઓ વિષેની માહિતી જણાવીએ જ્યાં જોબની ઓફર આવે તો નોકરી કરવા જેવી ખરી. જો તમે વિદેશમાં જવાનું વિચારતા હો તો આ કંપનીઓ જોબ માટે બેસ્ટ છે તેવું એક સર્વેમાં બહાર આવ્યું છે. આ યાદીમાં ટોપ ફાઇવમાં ગૂગલ અને ફેસબુકનો સમાવેશ થયો છે, પણ નંબર વન પર બે માંથી એકેય નથી.