આ છે દુનિયાના 5 સૌથી મોટા દેવાદાર દેશો

તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના સૌથી વિકસિત દેશોમાં સામેલ દેશ જ દુનિયાના પાંચ સૌથી દેવાદાર દેશોમાં સામેલ છે. આ દેશોની હકીકત હવે સામે આવવા લાગી છે. આ દેશોમાંથી સૌથી મોટા દેવાદાર આ દેશો છે.
યુએસએ
કુલ દેવું- 14.590 ટ્રિલિયન ડોલર માથા દીઠ દેવું- 46,929 ડોલર જીડીપીની ટકાવારી પ્રમાણે દેવું- 94 ટકા
દુનિયાના સૌશી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાનું દેવું ખતરનાક સ્તર સુધી વધી ચૂક્યું છે. તેના પર સૌથી વધારે વિદેશી દેવું છે.
બ્રિટન
કુલ દેવું- 8.981 ટ્રિલિયન ડોલર માથા દીઠ દેવું- 1,44,338 ડોલર કુલ જીડીપીના પ્રમાણમાં દેવું- 400 ટકા
બ્રિટનની અર્થવ્યવસ્યા ઉંડા આર્થિક સંકટમાં ફસાઇ રહી છે. દેશની બજેટ ખાધ 156 અબજ પાઉન્ડ સુધી વધી ચૂકી છે. જાણકારોના મતે બ્રિટનની અર્થવ્યવસ્થામાં આગળ પણ ઘટાડાના આસાર છે.
જર્મની
કુલ દેવું-4.713 ટ્રિલિયન ડોલર માથા દીઠ દેવું-57,755 ડોલર કુલ જીડીપીની ટકાવારી પ્રમાણે દેવું-142 ટકા
ધનિક દેશોમાં સામેલ જર્મનીની હાલત પણ અમેરિકાની જેમ છે. જર્મનીની બજેટ ખાધ જીડીપીના 2.3 ટકા સુધી વધી ગઇ છે. યુરો ઝોનના દેશોમાં જર્મનીની આર્થિક હાલત પણ ચિંતાજનક છે.
ફ્રાન્સ કુલ દેવું- 4.698 ટ્રિલિયન ડોલર માથા દીઠ દેવું-74,619 ડોલર જીડીપીના ટકા-182 ટકા
ફ્રાન્સની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. તેની બજેટ ખાધ 6 ટકાના ખતરનાક સ્તરે પહોંચી ચૂકી છે અને અહીં બેરોજગારી અને બેઘર લોકોની સંખ્યા લગાતાર વધી રહી છે.
નેધરલેન્ડ કુલ દેવું-3.733 ટ્રિલિયન ડોલર માથા દીઠ દેવું-2,25,814 ડોલર જીડીપીના ટકા- 471 ટકા
2008માં સામે આવેલી આર્થિક મંદીએ આ દેશને સંપૂર્ણપણે હલાવી દીધો હતો અને હજુ પણ તે મંદીમાંથી ઉભર્યો નથી. ફરી એકવાર આર્થિક મુશ્કેલી તેની સામે ઉભી છે.








