Home >> Business >> Karobar Jagat >> Arth Jagat
 • મોટાભાગના નિષ્ણાતો દ્વારા ખુબજ વખાણાયેલ બજેટ અને બજેટ પછી વ્યાજદરમાં ઘટાડો કરવા છતાં માર્ચ મહિનામાં સેન્સેક્સ વધ્યા મથાળેથી આઠ ટકાથી વધુ ઘટી ગયો છે અને ટૂંકાથી મધ્યમગાળાના રોકાણકારોનો વિશ્વાસ ડામાડોળ થઇ ગયો છે. એપ્રિલ વલણમાં નીચા રોલઓવરને જોતા બજારોમાં હજુ પૂરેપૂરું ઝેર નિચોવાયું નથી એવું જણાય છે. આ સંજોગોમાં સાતમી એપ્રિલે ધિરાણનીતીમાં વ્યાજદર ના ઘટેતો બજારોમાં બીજા ૩ થી ૪ ટકાનું કરેક્શન જોવાઈ શકે છે અને ત્યાર બાર કોન્સોલીડેશન ઝોનમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો પાછળ સ્ટોક સ્પેસીફિક...
  01:13 AM
 • ડોલર સામે રૂપિયાની રેન્જ 62.00-62.80 વચ્ચે રહેશે
  સપ્તાહ દરમ્યાન રૂપિયો સતત વોલેટાઇલ રહ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં રૂપિયો 62.40 ખુલ્યો હતો જ્યારે 62.14 સુધી મજબૂત થઇને અંતમાં 62.41 બંઘ રહ્યો હતો. આમ ડોલર સામે રૂપિયો સતત મજબૂત થવા પ્રયત્નસિલ જોવા મળ્યો હતો. નિકાસકારો દ્વારા ડોલરમાં વેચવાલી તેમજ ડોલર ઇન્ડેક્સમાં પણ નરમાશથી રૂપિયાને સ્થિર રહેવામાં મદદ મળી હતી. મહિનાના અંતમાં ઓઇલ આયાતકારો દ્વારા ડોલરની માગ અને સ્થાનિક બજારોના નબળા દેખાવથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. જ્યારે અન્ય કરન્સીઓમાં યુરો ડોલરમાં પણ તેજી આ સપ્તાહે આગળ વધી હતી. યુરો 1.10ના...
  01:11 AM
 • બ્રિટનમાં સૌથી ધનિક એશિયન છે આ ભારતીય ભાઇઓ, પછી લક્ષ્મી મિત્તલ
  અમદાવાદ: એનઆરઆઇ ઉદ્યોગપતિઓ જી પી હિંદુજા અને એસ પી હિંદુજા સતત ત્રીજા વર્ષે બ્રિટનના સૌથી ધનિક એશિયન મૂળના ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવ્યા છે. તેમની અંદાજિત વ્યક્તિગત સંપત્તિ 15.5 અબજ પાઉન્ડ (આશરે 1.45 લાખ કરોડ રૂપિયા) છે. ઉલ્લેખનીય છે કે હિંદુજા ભાઇઓ યુકેના પણ સૌથી ધનિક વ્યક્તિઓ છે. ભારતમાં જન્મેલા હિંદુજા ભાઇઓ એશિયન રિચ લિસ્ટ 2015ની યાદીમાં ટોચ પર છે, છેલ્લા એક વર્ષમાં તેમની વ્યક્તિગત સંપત્તિ 2 અબજ પાઉન્ડ (18600 કરોડ રૂપિયા) વધીને 15.5 અબજ પાઉન્ડ થઇ છે. હિંદુજા ગ્રુપના વડા એવા હિંદુજા ભાઇઓનો વ્યવસાય...
  March 28, 04:28 PM
 • ભારતમાં પણ WIFIની સાથે કરો હવાઈ યાત્રા, વિમાનમાં મળશે ઇન્ટરનેટ સુવિધા
  નવી દિલ્હીઃ હવે હવાઈ યાત્રા દરમ્યાન પણ તમારે ફેસબુક, વોટ્સઅપ અને તમારી જરૂરી ઇમેલ્સથી દૂર નહીં રહેવું પડે. ફિલ્મ અને ગીતોની પણ ઓનલાઇન મજા લઈ શકાશે. જો બધુ જ યોજના અનુસાર રહ્યું હોત ઝડપથી તમને વિમાનમાં પણ ઇન્ટરનેટની સુવિધા મળશે. તેના માટે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે રૂપરેખા તૈયાર કરી છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DOT)ને જરૂરી મંજૂરી માટે મોકલી દીધી છે. સરકારે આ નિર્ણય પ્રવાસીઓ અને એરલાઇન્સ બન્નેની માગ પર કર્યો છે અને વિમાનમાં વાઈ-ફાઇ બેસ્ડ ઇન્ટરનેટ સુવિધા આપવાની યોજના બનાવી...
  March 28, 03:29 PM
 • મોંઘા સ્પેક્ટ્રમ ખરીદીને કંપનીઓનો ઇન્ટરનેટ પર મોટો દાવ, ડેટામાં જામશે પ્રાઇસવોર
  બિઝનેસ ડેસ્કઃ ઇન્ટરનેટ વાપરતા લોકોને આગામી દિવસોમાં ફાયદો થવાનો છે. તાજેતરમાં સમાપ્ત થયેલી સ્પેક્ટ્રમની હરાજીમાં ટેલિકોમ કંપનીઓએ તમામ બેન્ડમાં વધુમાં વધુ સ્પેક્ટ્રમ હાંસલ કરીને આગામી વ્યુહરચના બનાવી લીધી છે. કંપનીઓ આગામી દિવસોમાં હવે ડેટા સેવાઓ પર તેમનું ધ્યાન કેન્દ્રીત કરવાની છે. ખાસ એટલા માટે કે નવી ખેલાડી રિલાયન્સ જિઓઇન્ફોકોમે 800 અને 1800 મેગાહર્ટઝ માટે સ્પેક્ટ્રમની ખરીદી કરી છે. તેથી આગામી સમયમાં પ્રાઇસ વોરના મંડાણ થયા છે. 4જી માટે રિલાયન્સ જિઓનો મોટો દાવ રિલાયન્સ...
  March 28, 03:08 PM
 • ઓનલાઇન શોપિંગના ફાયદા તો છે જ સાથે તેના નુકસાનને પણ સમજો
  બિઝનેસ ડેસ્કઃ હાલના થોડા વર્ષોમાં ઓનલાઇન શોપિંગનું ચલણ ઘણું વધી ગયું છે. તેમાં કોઈ શંકા નથી કે ઓનલાઇન શોપિંગ ઘણું સુવિધાજનક છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ પણ છે. જો તમે ઓનલાઇન શોપિંગ કરો છો તો આ વાત પર ધ્યાન રાખવું પડશે. ખરાબ પ્રોડક્ટ તમને પ્રોડક્ટની વાસ્તવિક ક્વોલિટી વિશે ખબર નથી હોતી. ઘણી વખત સાઇટ પર પ્રોડક્ટ વિશે જે જાણકારી આપવામાં આવી હોય છે, તેના કરતાં અસલી સામાન ઘણો અલગ હોય છે. તેનું પરિણામ એ આવશે કે તમારા હાથમાં ખરાબ ગુણવત્તાનો સામાન આવશે. શિપિંગ ચાર્જ ઓનલાઇન શોપિંગની સૌથી મોટી...
  March 28, 03:06 PM
 • એપલના CEO ટિમ કૂક પોતાની 5000 કરોડ રૂપિયાની સંપત્તિ આપશે દાનમાં
  અમદાવાદઃ એપલના સીઇઓ ટિમ કૂક એવા દાનવીર ધનિકોમાં સામેલ થવા જઇ રહ્યા છે, જેમણે પોતાની બધી સંપત્તિ દાનમાં આપી દીધી છે. ફોર્ચ્યુન મેગેઝીને દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીના વડાને એવું કહેતા ટાંક્યા છે કે, તે પોતાના 10 વર્ષના ભત્રીજાની કોલેજની ફી ચૂકવ્યા બાદ પોતાની 78.5 કરોડ ડોલર (આશરે 5000 કરોડ રૂપિયા)ની અંદાજિત સંપત્તિને દાનમાં આપી દેવા માગે છે. કૂકે ફોર્બ્સને કહ્યું હતું કે, તે તળાવમાં એવો કાંકરો બનવા માગે છે, જે પરિવર્તન માટેના વલયો ઉત્પન્ન કરે. એપલના શેરમાં રહેલા હોલ્ડિંગને આધારે...
  March 28, 10:13 AM
 • મોદી, કૈલાશ સત્યાર્થી વિશ્વના સૌથી મહાન લીડર્સમાં સામેલ, ઓબામાને જગ્યા નહીં
  ન્યુયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થીનો સમાવેશ ફોર્ચ્યુનમેગેઝીને દુનિયાના 50 સૌથી મહાન લીડર્સની યાદીમાં કર્યો છે. ફોર્ચ્યુને બિઝનેસ, સરકારી અને પરોપકારી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અસાધારણ પુરુષ અને મહિલાઓની પોતાની વાર્ષિક યાદી બહાર પાડી છે. વિશ્વના સૌથી મહાન લીડર્સની 2015ની યાદીમાં મોદી 5મા ક્રમે છે, જ્યારે કૈલાશ સત્યાર્થી 28મા ક્રમે. આ યાદીમાં ટોચ પર છે એપલના સીઇઓ ટિમ કૂક. આ યાદીમાં યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ગેરહાજરી ધ્યાન ખેંચે છે, સતત બીજા વર્ષે...
  March 27, 04:33 PM
 • ભારતના 10 ભ્રષ્ટ શહેર, દિલ્હી-મુંબઈ નહીં આ શહેર છે લાંચના મામલે અવ્વલ
  બિઝનેસ ડેસ્કઃ ભ્રષ્ટાચારની સમસ્યા સાર્વત્રિક છે. ભ્રષ્ટાચારની સમસ્યા પ્રતિદિન વધુ વ્યાપક અને ગંભીર બનતી જાય છે. તેની વિરૂદ્ધ કડક પગલા લેવાના દાવા કરનારા તમામ રાજનીતિક પક્ષ પણ તેના પર નિયંત્રણ લગાવવામાં નિષ્ફળ રહી છે. હાલમાં જ એક ભ્રષ્ટાચાર વિરોધી વેબસાઇટ આઇપેડબ્રાઇબ (ipaidabribe.com)એ એક અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં ભારતના દસ સૌથી વધુ ભ્રષ્ટ શહેરોની જાણકારી આપવામાં આવી છે. અહેવાલ અનુસાર, આઇટી સિટી તરીકે ઓળખાતું બેંગાલુરૂ શહેર દેશનું સૌથી વધુ ભ્રષ્ટ શહેર છે. આ ભ્રષ્ટાચાર વિરોધી વેબસાઇટનું...
  March 27, 03:56 PM
 • 1 એપ્રિલથી 10 ટકા સસ્તો થશે ઘરેલુ ગેસ; પાવર, ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રીઝને થશે ફાયદો
  નવી દિલ્હીઃ સરકારે ઘરેલુ પ્રાકૃતિક ગેશના ભાવ 5.61 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી ઘટાડીને 5.02 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કર્યા છે. નવા ભાવ 1 એપ્રિલથી લાગુ પડશે. પ્રાકૃતિક ગેસના ભાવ 4.2 ડોલર પ્રતિ એમએમબીટીયૂથી વધારીને 5.61 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરવામાં આવ્યા જે 1 નવેમ્બર 2014થી લાગુ કર્યા હતા. ઘરેલુ ગેસના ભાવ ઘટાડવાથી ઓએનજીસી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી કંપનીઓની આવક પર અસર થશે. પરંતુ પાવર અને ફર્ટિલાઈઝર કંપનીઓને ફાયદો થશે. ગેસના ભાવમાં ઘટાડો મુખ્યરૂપથી વર્ષ 2014ની બીજા છ મહિનામાં ગેસના ભાવમાં ઘટાડો થવાને...
  March 27, 03:01 PM
 • 1 કરોડ પરિવારોને પાઇપ્ડ ગેસ પૂરો પાડવાના રેકોર્ડ માટે મોદીની તૈયારી
  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સબસિડીની રકમ સીધી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાની યોજના (ડીબીટી)થી એલપીજી સબસિડીમાં લિકેજ રોકવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે જેમના માટે બજાર ભાવે એલપીજી સિલિન્ડર ખરીદવાનું પોસાય એવું છે તેમણે એલપીજી સબસિડીને જતી કરવી જોઇએ. તેનો લાભ કોઇને કોઇ ગરીબને મળશે. તેમણે `ઊર્જા સંગમ ખાતે કહ્યું કે મેં એલપીજી સબસિડી ત્યજવાનો નાનો ઉલ્લેખ કર્યો હતો તેનો 2.80 લાખ લોકોએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે... અને આનાથી ઓછામાં ઓછા રૂ.100 કરોડની બચત થશે. આ રૂ.100...
  March 27, 02:43 PM
 • મુંબઇ : સેબી દ્વારા બેંકોને ઇક્વિટીમાં દેવાના રૂપાંતરણના આપવામાં આવેલા વિકલ્પથી ધિરાણકર્તાઓની બેડ લોનની સમસ્યા હલ નહીં થાય તેવું ઇન્ડિયા રેટિંગે જણાવ્યું હતું. સેબીએ ગત સપ્તાહ દરમિયાન ધિરાણકર્તાઓને બેડ લોન સમસ્યાઓથી છૂટકારો અપાવવા માટે બેંકોને તેના દેવાનું ઇક્વિટીમાં રૂપાતંરણ માટેના ધોરણો વધારે હળવા કર્યા હતા. રેટિંગ એજન્સી અનુસાર હાલમાં મોટા ભાગના કોર્પોરેટ દેવાદારો તકલીફમાં હોવાથી દેવાના ઇક્વિટીમાં રૂપાંતરણથી ધિરાણકર્તાઓને કોઇ મદદ નહીં મળે. નવા અપડેટેડ ધોરણ પ્રમાણે ફેર...
  March 27, 12:06 AM
 • 18 કરચોરો પાસેથી રૂ.500 કરોડના લેણાં બાકી, તેમાં 11 ગુજરાતીઓ
  નવી દિલ્હીઃ મહેસૂલ વિભાગે 18 ટેક્સ ડિફોલ્ટરોનાં નામ જાહેર કર્યા છે, આ બધાએ સંયુક્તપણે સરકારી તિજોરીમાં 500 કરોડ રૂપિયા જમા કરાવવાના બાકી છે. 18 ડિફોલ્ટરોમાંથી 11 ગુજરાતનાં છે, જેમાં 27.47 કરોડ રૂપિયાના ચૂકવવાનાં બાકી ટેક્સ સાથે સોમાણી સીમેન્ટ, બ્લુ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (75.11 કરોડ રૂપિયા), એપલટેક સોલ્યુશન્સ (27.07 કરોડ રૂપિયા), જ્યુપિટર બિઝનેસ લિમીટેડ (21.31 કરોડ રૂપિયા) અને હિરક બાયોટેક (18.54 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે, તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં...
  March 26, 06:43 PM
 • સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને મળશે 1 લાખ કરોડ રૂપિયા, પણ કોલ રેટ થશે મોંઘા
  અમદાવાદઃ ટેલિકોમ સ્પેક્ટ્રમ માટે 19 દિવસથી ચાલી રહેલી હરાજી પૂરી થઇ ગઇ છે. કંપનીઓએ 2જી અને 3જી સ્પેક્ટ્રમ ખરીદવા માટે ધારણાથી ઉંચી કિંમતે બોલી લગાવી છે. જેના કારણે સરકારને લગભગ 1.10 લાખ કરોડની આવક થશે. જો કે સ્પેક્ટ્રમની ઉંચી હરાજીને કારણે મોબાઇલ યુઝર્સનાં ખિસ્સા પર પણ વધારે ભાર પડી શકે છે. એવી સંભાવના છે કે ટેલિકોમ કંપનીઓ સ્પેક્ટ્રમની ઉંચી કિંમતને જોતાં આવનારા સમયમાં કોલ રેટમાં વધારો કરી શકે છે. ટેલીકોમ મંત્રાલય પાસેથી મળેલી માહિતી અનુસાર બુધવારે 19 દિવસથી ચાલી રહેલી હરાજી પ્રક્રિયા 115...
  March 26, 02:19 PM
 • ન ગૂગલ ન FB, આ કંપનીઓ કર્મચારીઓને આપે છે સૌથી વધુ પગાર
  બિઝનેસ ડેસ્કઃ દુનિયાભરમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધવાથી સોફ્ટવેર એન્જિનીયરોની માગ સતત વધી રહી છે. સોફ્ટવેર કંપનીઓ પોતાને ત્યાં નોકરી કરનારા ઇજનેરોને ઘણો વધુ પગાર આપે છે. હવે દુનિયાની ઘણી વિખ્યાત કંપનીઓમાં વધુમાં વધુ પગાર પર ઇજનેરોને નોકરી આપવા પડાપડી કરી રહી છે. ગ્લાસડોરે સૌથી વધુ પગાર આપતી કંપનીઓની એક યાદી રજૂ કરી છે. આ અહેવાલ અનુસાર સૌથી જાણીતી કંપનીઓ જેમ કે, ફેસબુક અને એપલ ઇંક ટોપ 5માં પણ સામેલ નથી. આ અહેવાલ મુજબ અમેરિકાની નેટવર્કિંગ ઉપકરણ બનાવતી કંપની જુનિપર પ્રથમ સ્થાન પર છે. આ કંપની...
  March 26, 11:18 AM
 • પહેલી એપ્રિલથી લાગુ થશે આ નિર્ણયો, રાહત ઓછી મોંઘવારીનો ઝટકો વધારે
  નવી દિલ્હીઃ ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવેલા બજેટની અસર આપ પર એક એપ્રિલથી લાગુ થશે. જે મુજબ જયાં આપના માટે ઘણી સેવાઓ મોંઘી થઇ જશે, તો કેટલીક સેવાઓ સસ્તી પણ થઇ જશે. ઉપરાંત, એપ્રિલથી શરૂ થતાં નવા નાણાંકીય વર્ષમાં આપને ટેક્સ સેવિંગ્સના પણ વિકલ્પ મળશે. આવો જાણીએ કે નાણાંકીય વર્ષ 2015-16 આપના ખિસ્સા પર કેવી રીતે અસર કરશે. રેસ્ટોરન્ટમાં ખાવાનું મોંઘુ થશે સર્વિસ ટેક્સને વધારીને 12.36 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યો છે. એક એપ્રિલ 2015થી રેસ્ટોરન્ટ અને હોટલમાં ખાણી-પીણી મોંઘી થઇ જશે. જિમ, એર ટિકિટ,...
  March 25, 12:32 PM
 • 17 મેગા ફૂડ પાર્કને કેન્દ્રની મંજૂરી, અદાણી પોર્ટ સહિત 10 કંપનીઓને ફાળવણી
  - 17 ફુડ પાર્કને મંજૂરી : 80 હજારને રોજગારી - 6000 કરોડના કુલ મૂડીરોકાણમાંથી 2030 કરોડ પાર્ક પાછળ રોકાશે, અદાણી સહિત નવી દિલ્હી: અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ અને જેન એગ્રો સહિત 17 સરકારી અને ખાનગી ફુડ પ્રોસેસિંગ પાર્ક સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં કુલ મૂડીરોકાણ રૂ. 6000 કરોડ આસપાસ થવાની ધારણા છે. 17 પાર્કસ સ્થાપવા માટે રૂ. 2030 કરોડનો ખર્ચ થશે તેમાં સરકારી ગ્રાન્ટ રૂ. 850 કરોડની રહેશે. પ્રત્યેક પાર્કમાં 40-50 ફુડ પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપવાની ક્ષમતા રહેશે. તે જોતાં આશરે 90 યુનિટ્સ સ્થાપવા પાછળ પણ...
  March 24, 10:39 PM
 • હવે ઓનલાઇન રેલવે ટિકિટ એક યુઝર દ્વારા એક જ વખત બુક કરી શકાશે
  નવી દિલ્હીઃ રેલવેએ દલાલો પર લગામ લગાવવા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવતા સમયે એક લોગ ઇન આઇડી પરથી ટ્રેનની એક જ ટિકિટ બુક કરી શકાશે. વ્યસ્ત સમયમાં એક ટિકિટ બુક કરાવ્યા બાદ બુકિંગ સત્ર સમાપ્ત થઈ જશે. જોકે, આ પ્રતિબંધ આગળના પ્રવાસ અથવા પરત ફરતાની ટિકિટ બુક કરાવતા સમયે લાગુ નહીં થાય. આ પ્રતિબંધ વોરન્ટ અંતર્ગત ડિફેન્સના બુકિંગમાં લાગુ નહીં થાય. રેલવે મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇ-ટિકિટિંગમાં એક યૂઝરના લોગ ઇન સત્રમાં...
  March 24, 05:28 PM
 • સસ્તી વિમાનયાત્રા માટે એરએશિયાની મેગા ઓફરઃ 30 લાખ બેઠકો પર ડિસ્કાઉન્ટ
  નવી દિલ્હીઃ મલેશિયાની એરલાઇન એરએશિયાએ ભારત સહિતનાં ડેસ્ટિનેશન્સ માટે 30 લાખ સીટો માટે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ મેગા સેલ ઓફરનાં ભાગરૂપે એરએશિયાએ વિશાખાપટ્ટનમ-કુઆલા લુમ્પુર રૂટ માટે 3399 રૂપિયા જેટલું અને કોચી-કુઆલા લુમ્પુર વચ્ચેની ફ્લાઇટ માટે 3699 રૂપિયા જેટલા ઓછા ભાડામાં ટિકિટ ઓફર કરી છે. સાત દિવસ સુધી ચાલનારી આ બિગ સેલ ઓફર માટે બુકિંગ્સ આજથી શરૂ થયા છે. આ ઓફર હેઠળ ટ્રાવેલિંગ 1 સપ્ટેમ્બર 2015થી 31 મે, 2016 સુધી કરી શકાશે. આ ઓફર હેઠળ સૌથી વધુ ભાડું કોલકાતા અને બેંગલુરુથી કુઆલા લુમ્પુર વચ્ચેની...
  March 24, 03:11 PM
 • અમેરિકામાં બિઝનેસ કયાં કરવો? હાજર છે રોકાણની વન-સ્ટોપ ગાઇડ
  વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુમાં વધુ ભારતીય રોકાણને આકર્ષવાના હેતુથી એક બિન-સરકારી ભારતીય સંગઠને (એનજીઓ) વન-સ્ટેપ ગાઇડ બુક બહાર પાડી છે. જે લોકોને અમેરિકામાં રોકાણ કરીને નાણાં કમાવવા છે તેના માટે આ પુસ્તક તૈયાર રેફરન્સ માર્ગદર્શિકાનું કામ કરશે. વન સ્ટોપ ગાઇડનું વિમોચન સીઆઇઆઇ દ્ધારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સીઆઇઆઇના ડિરેકટર જનરલ ચંદ્રજીત બેનરજીએ જણાવ્યું કે, અમારા સભ્યોની માંગણીને ધ્યાનમાં રાખીને પ્રથમ વન-સ્ટોપ ગાઇડ બહાર પાડવામાં આવી છે. જેનો હેતુ ફકત ભારતીય જ નહીં પરંતુ કોઇપણ...
  March 24, 10:31 AM

Advertisement
 
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery